Translate

Wednesday, March 30, 2016

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણા મંત્રાલય એસેસમેન્ટ યર (આકારણી વર્ષ) 2016-17

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણા મંત્રાલય એસેસમેન્ટ યર (આકારણી વર્ષ) 2016-17

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણા મંત્રાલય એસેસમેન્ટ યર (આકારણી વર્ષ) 2016-17 માટે આઈટીઆર ફોર્મ જાહેર કરશે. આ ફોર્મ ગત વર્ષ જેવા જ હશે. લોકોને આઈટી ફાઈલ કરતી વખતે ઓછામાં...

નવી દિલ્હીઃ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણા મંત્રાલય એસેસમેન્ટ યર (આકારણી વર્ષ) 2016-17 માટે આઈટીઆર ફોર્મ જાહેર કરશે. આ ફોર્મ ગત વર્ષ જેવા જ હશે. લોકોને આઈટી ફાઈલ કરતી વખતે ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે આઈટી ડિપાર્ટમેન્ટ આઈટીઆર ફોર્મને સતત સરળ બનાવી રહ્યુ છે. હાલ 93 ટકા ટેક્સપેયર્સ ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે.

સરળ હશે આઈટીઆર ફોર્મ

ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, આઈટીઆર ફોર્મ થોડાં સરળ કરવા પર વિભાગ કામ કરી રહ્યું છે. નવા સરળ ફોર્મ આવતા વર્ષે જાહેર કરાશે. હાલ ડિપાર્ટમેન્ટ ગત વર્ષે જાહેર થયેલાં ફોર્મને જ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર કરશે.

કેપિટલ ગેન ટેક્સની ગણતરી માટે આવશે નવી ફોર્મુલા:

સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રોપર્ટી વેચવા પર લાગતા કેપિટલ ગેન ટેક્સની ગણતરી કરવા માટે નવી રિવાઈઝ્ડ ફોર્મૂલા લાવવામાં આવશે. તેનાથી ટેક્સપેયરને કોઈની મદદ વગર ટેક્સ ગણતરીમાં સરળતા પડશે. આઈટી ડિપાર્ટમેન્ટ તેના પર ઘણા સમયથી કામ કરી રહ્યું છે. આ ફોર્મુલા પણ આવતા વર્ષે લાગુ થશે.

જૂન 2015માં જાહેર થયું હતું સરળ આઈટીઆર ફોર્મ: આ પહેલાં જૂન 2015માં આઈટી ડિપાર્ટમેન્ટે સેલરી ક્લાસ માટે આઈટીઆર ફોર્મ જાહેર કર્યું હતું. આ ફોર્મમાં ટેક્સપેયરને તેમની કુલ સેવિંગ અને કરન્ટ બેન્ક એકાઉન્ટની જાણકારી આપવી પડતી હતી. આ ફોર્મમાં બેન્કના IFSC કોડ ભરવાની સુવિધાની સાથે આધાર નંબરની જાણકારી પણ સબમિટ કરવી પડતી હતી.

No comments: